પ્રિવેંશન એ એક એવી પ્રક્રિયા છે કે જે કોઈપણ રોગ ને શરૂઆત ના જ તબક્કામાંજ પકડે છે. પ્રીવેન્ટીવ ડેન્ટલ કેર મોં ની સ્વછતા તથા તંદુરસ્ત સ્વાસ્થ્ય જાળવા માં પણ મદદ કરે છે
બાળપણ થી તમારા દાંત ની સંભાળ લેવી જરૂરી છે તે આજીવન સારી રીતે રહી શકે
પ્રીવેન્ટીવ ડેન્ટલ કેર બાળકોને માત્ર પોલાણને ટાળવા માટે જ નહીં, પરંતુ પેઢા ના રોગો, જડબાની વૃદ્ધિની વિકૃતિઓ, દાંતની પ્રતિકૂળ સ્થિતિનો વિકાસ અને કોઈપણ ગંભીર મોં ના ઇન્ફેકશન ના વિકાસને અટકાવવા માટે પણ મદદ કરે છે.
પ્રીવેન્ટિવ ડેન્ટલ કેર બાળકો માં થતા દાંત ના રોગો ને શરૂઆત ના તબક્કા માંજ ઓળખી ને ખરાબ અને ઘણી વખત વધુ ખર્ચાળ બનતા અટકાવે છે.